Special Khelmahakumbh 2025

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત

નોંધઃ

  1. એથ્લેટીક્સ રમતમાં કુલ 5 માંથી 3 ઇવેન્ટમાં ભાગ લઇ શકાશે
  2. યુ.ડા.આઈ.ડી કાર્ડ અથવા ઓનલાઈન દિવ્યાંગતાનુ સર્ટીફિકેટ સિવીલ સર્જનનાં સહી સીક્કા સાથેનું.
  3. આધાર કાર્ડની નકલ
  4. ઉંમરનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ખેલાડીની તારીખ 31-12-2025નાં રોજની ઉંમર ધ્યાને લેવામાં આવશે. (જ.તા. અંગેનો પુરાવોઃ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનું પ્રમાણપત્ર/બોનાફાઇડ સર્ટી.)
  5. જે જિલ્લામાંથી ભાગ લેતા હોય તે જિલ્લાનું રહેણાંક પુરાવો (ઓછામાં ઓછા છેલ્લા છ માસથી) નો રજૂ કરવાનો રહેશે – આધારકાર્ડ, બોનાફાઇ, નોકરી નો પુરાવો
  6. પાસપોર્ટ સાઇઝનો એક ફોટો
  7. બેંક એકાઉન્ટ નંબર માટે પાસબુકનાં પહેલા પાનાની સ્પષ્ટ ઝેરોક્ષ (આઇ.એફ.એસ.સી. કોડ સાથે)
  8. ચકાસણી દરમિયાન જો વિગતો ખોટી જણાશે તો રજીસ્ટ્રેશન આપોઆપ રદ થશે
  9. રજીસ્ટ્રેશન તારીખ 30-12-2025 સુધીમાં કરી લેવાનું રહેશે..
  10. ખેલાડી ગુજરાત રાજયનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે. 
  11. જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે. 
  12. શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે. 
  13. કર્મચારીના કિસ્સામાં અન્ય રાજયમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે. 
  14. સ્પર્ધા દરમ્યાન જ્યારે ખેલાડી/ટીમને વાંધો હોય તો ખેલાડી/ટીમ મેનેજર દ્વારા મેચ પૂર્ણ થયાના અડધા કલાકની અંદર લેખીતમાં પ્રોટેસ્ટ રજુ કરવાનો રહેશે. 
  15. પ્રોટેસ્ટ લેખીતમાં રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) ની ફી ભરીને આપવાના રહેશે. પ્રોટેસ્ટ જો ખોટી ઠરશે તેવા સંજોગોમાં રૂ.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) પરત મળશે નહી. જો પ્રોટેસ્ટ યોગ્ય હશે તો પ્રોટેસ્ટ ફી પરત કરવામાં આવશે. 
  16. જિલ્લા આયોજન કમિટિનો નિર્ણય આખરી અને સર્વેને માન્ય અને બંધનકર્તા રહેશે. 
  17. ખેલ મહાકુંભની સ્પર્ધા દરમ્યાન કોઈપણ અકસ્માત કે અન્ય બાબતોથી ખેલાડીને ઈજા કે અન્ય ઘટનાથી ખેલાડીને શારીરિક કે માનસિક નુકસાન થાય તે માટે સરકારશ્રીની કોઈ પણ જવાબદારી રહેશે નહી. 
  18. ખેલાડીઓના એલીજીબીલીટી ફોર્મમાં ફોટા ફરજીયાત ચોંટાડેલા હોવા જોઈએ. ખેલાડીઓના એલીજીબીલીટી ફોર્મમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ સંયુકત રીતે સહી સિક્કા કરવાના રહેશે. 

ખેલ મહાકુંભ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફ્લેગશીપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે. 

ડાયરેકટર જનરેલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ, ગુજરાત ગાંધીનગર